Tuesday, July 2, 2019

બે જણને જોઈએ કેટલું.. !

દિકરી ને જમાઇ લઈ ગયા અને 
દિકરા ને વહુ લઈ ગઈ

અંતે તો આપણે બે જ રહ્યા.

એક છાપું,એક દૂધની થેલી ને રોજ એક માટલું પાણી બઉ થ્યું.. 
ચા-ખાંડ ના ડબ્બા ને કોફી ની એ ડબ્બી પણ માંડ ખાલી થાય..

‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને મહિનો ચાલે એંશી ગ્રામ
લક્સની એક ગોટી.
સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે..

જમવા માં શાક હોય તો
દાળ વિના ચાલે ને ફક્ત દાળ હોય તોય ભયોભયો! 

ખીચડી એટલે બત્રીસ પકવાન ને છાશ હોય પછી જોઈએ શું.. !

‘સો ફ્લાવર,ત્રણસો દૂધી, અઢીસો બટાકા,ચાર પણી ભાજી,આદુ-લીંબુ-ધાણા’ થ્યું અઠવાડિયાનું શાક...

ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને પાચ કિલો ચોખા નાખ-નાખ થાય.. !
ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ.. ! 

નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી, આમ આઠ-દસ વાસણો માંડ વપરાય તે એક ‘વિમ’ બે દોઢ મહિને માંડ ઘસાય.

વળી રોજ ધોવામાં હોય ચાર કપડાં તે કિલો ‘નિરમા’ મહિને કાઢ્યો ન ખૂટે! 

કોપરેલની એક શીશી એક મહિનો ચાલે ને પફ-પાવડર તો ગ્યાં ક્યારના ભૂલાઈ...? 

પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો લાવ લાવ થાય..

એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને બધાં બે-ત્રણ વરસે ઊડીને આવે. 
‘ઝટ્ટ આવશું જરૂર આવશું’
કહી જાય...

ને પલકારા માં બે જણ
પાછાં ફરી એકલા હતાં એવા ને એવા જ થઈ જાય..

હતા ગામડે વિઘા એક ના ઘર હવે એ ઘર પણ શું કામ ના દીકરા વિના બની ગયા બે-ઘર..

પછી પાછી ઈ જ રટણ પડઘાય..

કે બે જણને જોઈએ કેટલું.. !

દિકરીને જમાઇ લઈ ગયા
અને દિકરાને વહુ લઈ ગઈ. 
અંતે તો આપણે બે જ રહ્યા.      


Saturday, May 18, 2013




માનવીનું સંવેદન દીકરી માટે લગભગ એક્સરખું જ હોય છે. દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે 

સૌથી વધુ વ્યથિત પિતા જ હોય છે. 



મને કહે, મારી પાછળ તું જે ખાલીપો મૂકીને ગઇ છે

તે ખાલીપો હું
કઇ રીતે ભરું?

આવતી કાલ કઇ રીતે ગઇ કાલ બની ગઇ?

મને ખબર નથી કે મારા આંસુઓની નદીને કઇ રીતે રોકું?

જે નદી ભરવામાં જ એક સદી જતી રહી છે

હું અહીં મારા હાથ ફેલાવીને ઊભો છું -

જેમાં તે તારી જાતને સુરક્ષિત માની,

જ્યાં સુધી તને ઊડતાં ન આવડ્યું

મને કહે, ‘તારાં સ્વપ્નાં પૂરાં કરવા માટે

મારાથી દૂર કેમ જાય છે?

તને ઊડતાંઆવડી ગયું છે.

હું રડવાની જગ્યાએ કઇ રીતે હસું?

તારી વિદાયને શુભવિદાય કેમ કહું?’


Pal

Wednesday, November 23, 2011

મારું સ્મિત




મારી દીકરી લાગે ખુબ વ્હાલી 
નાની અમસ્તી બોલતી એ 
આમ તેમ રમતી 
લાગે જાણે એક કવિ ની સુંદર કૃતિ 
લાગે જાણે ચિત્રકાર ની એક અદભુત રચના 
દોડતા દોડતા પડી જાય ત્યારે
લાગે જાણે ફુલ ના ઢગલા સમી 
એના ખીલખીલાટ હાસ્ય ને
ખોબલો ભરી ભેગું કરું 
પછી એ જ હાસ્ય થી 
અખો દિવસ મારા ચેહરા ને ભર્યા કરું 
રેહતા રેહતા વિચાર આવી જાય બહુ 
દીકરી મોટી થઇ જશે ત્યારે....????


પલક 

Thursday, August 25, 2011


Here Is My Angle.... 
નંદ  ઘેર  આનદ ભયો  જય કનૈયા લાલ કી 
haapy Janmashtmi 


Thursday, August 4, 2011


બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી ... શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, જો આવે  તો મળી જાજે


Friday, July 22, 2011

ડાયરી ના થોડા પાના ....

                                                                            

                                       એક મિત્ર   મીઠાઈ ની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યા હતા .. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે  મિત્ર ના  બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…!માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું:

 ‘ના ના  વાત એમ છે કે મા ના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!’


એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!’


                                         આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.


                                 એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી,પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે.આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા.


                                             સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી  જીવે છે. એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી, પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.


                               હમણા જાણીતા શાયર દેવદાસ- ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ!


                                   વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહેવાય  છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)


માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે.કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે  પિતા... પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ 


પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. 


 કવિ ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુપડીમાં કોઈ’દી સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…?આલીશાન બંગલામાં પોષાય નોકર … એક માવડી નથી પોસાતી…!


અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણના દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી. પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરના તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ.


                                               દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યાં છે. તેમની પાસે સમય નથી. ઘરડા માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય!’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસની મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…




માણસ થી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છુ પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂઆત.

જિંદગી ને જીવવાની ફીલુસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી માણી લીધી.