Monday, July 11, 2011

માવતર એ જ મન્દીર




જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો;
પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?
એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;
પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?
મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;
પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?
બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;
પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?
સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;
પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?
લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;
પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?
હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;
પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?
‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;
પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?


પલક 

Thursday, July 7, 2011

શ્રદ્ધાંજલિ.....




માં ના થાય છે સદા ગુણગાન
પરંતુ બંને છે એકસમાન
માં છે વિધાતા
તો પિતા છે જન્મદાતા
કેહવાય છે " માં વિના સુનો સંસાર"
તો પિતા વિના લાચાર સંતાન
માં લડાવે છે લાડ ..તો પિતા કરે છે પુરા કોડ
માં વિના ભાવે ના ભોજન ...
તો પિતા વિના પૂરું થાય ના સિંચન
માં આપે છે જન્મ
તો પિતા આપે છે સંસ્કાર કર્મ
માં નથી તારો પાલવ
ના છે પિતા તણો માથે હાથ
નથી મારી કોઈ દલીલ , બસ એક જ છે રજૂઆત
કહું છું એ ખ્યાલ થી કે
માતા પિતા બંને નો સાથ ઝંખે છે સંતાન


તમારી સ્મૃતિ ને અર્પણ ...... પલક 

Tuesday, June 21, 2011

તારી બેવફાઈ



પ્રેમ કરું છું હું ફક્ત અને ફક્ત તને
પરંતુ તે મને ત્યજી દીધી
એવી તે કઈ ભૂલ હતી મારી
એક વાર આવી ને મારી ભૂલ બતાવી જા
દિલ કહે છે એક વાર આવી ને મને સતાવી જા
દિલ ના ઘાવ પર અસર કરે
એવો મરહમ આપી જા
મરહમ ના આપી શકે તો આ શ્વાસ ની દોર કાપી જા
નથી બદનામ કરતી હું
દુનિયા સામે તારું નામ લખી ..
પણ વ્યક્ત કરું છું
તારી જ બેવફાઈ આ કવિતા થાકી
તારી સામે વ્યક્ત કરું છું
મારી જ હતી ભૂલ કે માંગ્યો તારો લાંબો સાથ
પરંતુ સાથ આપવાને બદલે તે કર્યો વિશ્વાસઘાત
દુઆ કરું છું કે જલ્દી ભૂલી જાઉં
હું દિલ ની આ નાદાની
કદાચ તને ભૂલવા પડી જાય આ જિંદગી પણ નાની

Sunday, May 1, 2011

એ સ્પર્શ .... !!!!





એક વાર હોઠ પર શબ્દ નો હળવો સ્પર્શ મૂકી મૌન ચિત્રવત આંખો માં બંધાઈ ગયું
ભરતી ના સમુદ્ર સમું ગંભીર તોફાન અને મુશળધાર વરસાદ .....એ સાંજે ......
સમગ્ર પહાડી પર પીગળતું રહ્યું ધુમ્મસ ....
અને ઘેઘુર વૃક્ષો ના ઘેરાં નાદ વચ્ચે ...
હળવો સો ગભરુ અવાજ ....
હું હિમશીલા તો નહોતો છતાં .....
મીણ ની જેમ થીજી ગયો હતો ...

કોઈ જર્જરિત ખંડેર ની મૂક દીવાલો જેમ .....
જયારે અનુભવ્યો .....
એ સ્પર્શ ....

આ પંક્તિ ઓ લખતી વેળા એ મેં એમ નહોતું વિચારું કે કોઈક દિવસ મારી ડાયરી ના પાનાઓ વચ્ચે થી ઉડી ને મારા બેશકીમતી ખજાના માં શામેલ થઇ જશે ॥ પણ મને ખરેખર ખુશી છે કે હું મારી વર્ષો ના સપના ને અહી સાકાર થતા જોઉં છું ॥ બસ આજ મારી યાદો છે જીવનભર ની ... પલક

Saturday, April 30, 2011

આપણો સંબંધ



આજે ખુબ જૂની કવિતા અહી લખવા નું
મન થાય છે . આ કવિતા ૨૦૦૨ માં જુલાય ૧૬ એ લખેલી હતી . આજે થયું એ જુનો ખજાનો મારા આ ખજાના માં ઊમેળી લઉં . આપ સૌ મિત્રો ને પસંદ આવે એવી આશા સાથે હું અહી પોસ્ટ કરું છું ....


ફૂલ થઈને મેહ્કી રહ્યો છે આપણો સંબંધ
મસ્ત થઇ ને એ ચેહ્કી રહ્યો છે આપણો સંબંધ
દુનિયા માં સહુ બંધન તોડી આજ
મુક્ત ઝરણું થઇ વહી રહ્યો છે આપણો સંબંધ

કૈક એવું આગવું અસ્તિત્વ લઇ મધુર,
ગીત ગઈ રહ્યો છે આપણો સંબંધ
ઈર્ષ્યા ની આગ માં લપેટાઈ ને
સઘળે ચર્ચાઈ રહ્યો છે આપણો સંબંધ
સાત ફેર ...
તારા હાથ માં હાથ લઇ ને ...
એક મેક માં જોડાઈ રહ્યો છે આપણો સંબંધ
જન્મ જન્મ ની ઈચ્છા પૂર્ણ થી આજ
પવિત્ર બંધને બંધાઈ રહ્યો છે આપણો સંબંધ


પલક

Wednesday, February 9, 2011

સપ્તપદી




ઓમ ઇષ એકપદી ભવ
ઈશ્વર ની કૃપા થી સૌભાગ્ય શક્તિ મળે .

ઓમ ઉર્જે દ્વિપદી ભવ
ઈશ્વર થી કૃપા થી એકબીજા વડે બળવાન થઈએ

ઓમ રાય સ્પોષાય ત્રિપદી ભવ
ઈશ્વર ની કૃપા થી ધનધાન્ય નું પોષણ કરીએ

ઓમ માયોભ્હ્વ્યાય ચતુર્ષ્પદી ભવ
ઈશ્વર ની કૃપા થી અમે એકબીજા ને સુખી કરીએ

ઓમ પશુભ્ય: મશ્ચપદી ભવ
ઈશ્વર ની કૃપા થી અમે મળી ને પશુપ્રજા પાલન કરીએ

ઓમ રુતુભ્ય ઋતુભ્ય: ષ્ટ્પદી ભવ
ઈશ્વર ની કૃપા થી ઋતુ ઋતુ માં સુખ ભોગવીએ

ઓમ સખ્યાય સપ્તપદી ભવ
ઈશ્વર ની કૃપા થી મૈત્રી સાધી ને એકબીજા ને અનુસરીએ

પલક

Wednesday, February 2, 2011

પૈસો ને લક્ષ્મી એક નથી.


પૈસો કૃત્રિમ વસ્તુ છે.
છાપખાનામાં એક ઠપ કર્યો કે રૂપિયાની નોટ.
એક ઠપ કર્યો કે સો રૂપિયાની
એક ને સો રૂપિયા માટે સરખો પરિશ્રમ.
આવી છે, પૈસાની ઘટોત્કચની માયા !

અનાજ લક્ષ્મી છે.
એક શેર અનાજ ઉત્પન્ન કરવા
જેટલો પરિશ્રમ કરવો પડે
તેના કરતા બે શેર માટે બમણો કરવો પડે.

પૈસાની કીમત કાયમ ઓછીવત્તી થયા કરે.
આજે અમુક રકમમાંથી ચાર શેર અનાજ મળે,
તો કાલે બે શેર
અને પરમ દિવસે એક શેર પણ થઈ જાય !
એટલે તેને હું લફંગો – લબાડ કહું છું.
આજે એક બોલે અને કાલે બીજું !

લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે
પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું
આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે.
લક્ષ્મીનું સ્વરૂપ પૈસા જેવું માયાવી નથી
કે ઘડીએ ઘડીએ તેના રંગ બદલાય.

લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ
પૈસાને આપણે લક્ષ્મી માની લીધી છે !
આનાથી મોટો ભ્રમ બીજો કયો હોય?

લક્ષ્મી તો હાથની આંગળીઓમાં વસે છે,
કરાગ્રે વસતે લક્ષ્મી !

- વિનોબા