*નામ* - કોઈ પણ રાખો, શું ફરક પડે છે?
*જન્મ* - દિકરી તરીકે અણગમતો આવકાર
*ઉંમર* - ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો.
*સરનામું-* - પહેલા પિતાનું ઘર
- હાલમાં પતિનું
- ભવિષ્યમાં દીકરાનું ઘર
કે કદાચ ઘરડાઘર
*વિશેષતા* - બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી
- મા ની દ્રષ્ટિએ નફકરી
- સાસુની દ્રષ્ટિએ દીકરાની
જિંદગી બગાડી
- વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ
- મોટા થયેલા દિકરા/
દિકરીની દ્રષ્ટિએ -
રહેવા દે તને કંઈ ખબર નહીં પડે
- પોતાની દ્રષ્ટિએ - ખબર નથી
*કાર્યાનુભવ*
- ઘરકામ..... ૩૦ વર્ષથી
- રસોડું..... ૩૦ વર્ષથી
- ઝાડુ પોતા..... ૩૦ વર્ષથી
- કપડા વાસણ..... ૩૦ વર્ષથી
ઘરના સભ્યો, સગા વ્હાલા અને મહેમાનોને સાચવવાના.......૩૦ વર્ષથી
*બાળકો* - નંગ બે (તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર વગેરે વગેરે)
જેમ કે --
દૂધ પાયું - ૧ વર્ષ
બાળોતિયાં બદલ્યાં - ૩ વર્ષ
ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું.
-માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા વગેરે વગેરે......
*જરૂરિયાત* -બે ટાઈમ ખાવાનું,
-થોડા ઘણા કપડા,
-વાર - તહેવારે ને પ્રસંગે થોડા
-ભારે કપડા - દાગીના કુટુંબનું
-સારું લાગે એટલા માટે
*અપેક્ષા* - કંઈ નહીં
*વળતર* - કંઈ નહીં..
*આવક* - કંઈ નહીં..
*બચત* - કંઈ નહીં..
*પૈસાની જરૂરિયાત માટે*- પતિ કે દિકરાની પાસે માંગવાના અને એ પણ વિગતવાર જરૂરિયાત શી છે એ સમજાવવું જરૂરી. પછી પણ એ લોકોનો મૂડ હોય તો મળે અને સાથે બહુ બધી શિખામણો સાથે કે તારે શી જરૂર છે વગેરે વગેરે.
*પોતાની મુશ્કેલીઓ* - કહેવાની મનાઈ. કહો તો કોઈ સાંભળે નહીં કે પછી સાંભળીને ભૂલી જાય.
ઘર કુટુંબમાં કદર - કંઈ નહીં.. એમાં શું ? એ તો એણે કરવાનું જ હોયને એવી બધાની માન્યતા અને કૉમેન્ટ્સ.
અને છતાં કાયમ ફરજીયાત હસતા તો રહેવાનું જ કારણ ઘર અને કુટુંબનું સારૂ દેખાડવા અને લોકો અભિમાની ન ગણે તે માટે !!
... સાચે જ સ્ત્રી મહાન છે ...
No comments:
Post a Comment
thanks for ur valuable comment