Wednesday, February 9, 2011

સપ્તપદી




ઓમ ઇષ એકપદી ભવ
ઈશ્વર ની કૃપા થી સૌભાગ્ય શક્તિ મળે .

ઓમ ઉર્જે દ્વિપદી ભવ
ઈશ્વર થી કૃપા થી એકબીજા વડે બળવાન થઈએ

ઓમ રાય સ્પોષાય ત્રિપદી ભવ
ઈશ્વર ની કૃપા થી ધનધાન્ય નું પોષણ કરીએ

ઓમ માયોભ્હ્વ્યાય ચતુર્ષ્પદી ભવ
ઈશ્વર ની કૃપા થી અમે એકબીજા ને સુખી કરીએ

ઓમ પશુભ્ય: મશ્ચપદી ભવ
ઈશ્વર ની કૃપા થી અમે મળી ને પશુપ્રજા પાલન કરીએ

ઓમ રુતુભ્ય ઋતુભ્ય: ષ્ટ્પદી ભવ
ઈશ્વર ની કૃપા થી ઋતુ ઋતુ માં સુખ ભોગવીએ

ઓમ સખ્યાય સપ્તપદી ભવ
ઈશ્વર ની કૃપા થી મૈત્રી સાધી ને એકબીજા ને અનુસરીએ

પલક

Wednesday, February 2, 2011

પૈસો ને લક્ષ્મી એક નથી.


પૈસો કૃત્રિમ વસ્તુ છે.
છાપખાનામાં એક ઠપ કર્યો કે રૂપિયાની નોટ.
એક ઠપ કર્યો કે સો રૂપિયાની
એક ને સો રૂપિયા માટે સરખો પરિશ્રમ.
આવી છે, પૈસાની ઘટોત્કચની માયા !

અનાજ લક્ષ્મી છે.
એક શેર અનાજ ઉત્પન્ન કરવા
જેટલો પરિશ્રમ કરવો પડે
તેના કરતા બે શેર માટે બમણો કરવો પડે.

પૈસાની કીમત કાયમ ઓછીવત્તી થયા કરે.
આજે અમુક રકમમાંથી ચાર શેર અનાજ મળે,
તો કાલે બે શેર
અને પરમ દિવસે એક શેર પણ થઈ જાય !
એટલે તેને હું લફંગો – લબાડ કહું છું.
આજે એક બોલે અને કાલે બીજું !

લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે
પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું
આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે.
લક્ષ્મીનું સ્વરૂપ પૈસા જેવું માયાવી નથી
કે ઘડીએ ઘડીએ તેના રંગ બદલાય.

લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ
પૈસાને આપણે લક્ષ્મી માની લીધી છે !
આનાથી મોટો ભ્રમ બીજો કયો હોય?

લક્ષ્મી તો હાથની આંગળીઓમાં વસે છે,
કરાગ્રે વસતે લક્ષ્મી !

- વિનોબા

Tuesday, January 18, 2011

હવે પ્રેમમાં કંઈકતો આગળ મોકલ..!


તારા સંદેશામાં કાળું વાદળ મોકલ…
કે હું જાતે ઉકેલીશ કોરો કાગળ મોકલ…
તારી રાહમાં સમંદર ઉલેચી નાખ્યો,
હવે તારી આંખમાંથી થોડું કાજળ મોકલ…
તારા સમ હું એને સાચવીશ જીવ જેમ,
તું વહેલી પરોઢનું ઝાકળ મોકલ…
રણમાં ભટકતા આ તરસ્યાની માટે,
તું ખોબો ભરીને મૃગજળ મોકલ….
અમે આંખોમાં ખૂબ-ખૂબ વાંચ્યું પ્રિયે,
હવે પ્રેમમાં કંઈકતો આગળ મોકલ…।


Tapan Patel.

Friday, January 14, 2011

પતંગ...!!!1




પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
આજે આ કોરાકટ આકાશ માં

ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા
પતંગ

જાણે એં મારા સપના ના રંગો
જાણે એં મારા મન ના તરંગો
જાણે એં મારા પ્રેમ ની છબી

પતંગ પર લખ્યો
મેં એક સંદેશો
જે પહોચે મારા પીહુ પાસે
મારા મન ની એ પ્રીત પહોચે
આ પતંગ સાથે

Friday, December 31, 2010

તારી ને મારી વાત...!!!!




શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.
અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.
આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.
રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.
એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.
રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

Thursday, December 23, 2010

વિવશતા


શબ્દોને સંબંધોનો આકાર કેમ આપું ?
હું મારી જાતને એવો અધિકાર કેમ આપું ?
તમારી ઝુકેલી પાંપણો મારી જિંદગી છે,
હજુય આશા છે, ઇન્કાર કેમ આપું ?

સહવાસ


એક રાત ઝંખું છું હું પ્રેમ ભરી,
જેની સવાર ન હો કદી,
બસ બીજું કાંઈ જોઈતું નથી,
આટલું આપજે ઓ જિંદગી.