તારા ગાલપર ઝૂલતી રંગીલી લટ
ને અમે સાવ છીએ કોરા રે કટ
સખી તારો પડે છે કેવો રે વટ !
ભર રે હોળીના દિવસો આવ્યાં
તમે તો સજનના ગાલ સજાવ્યા
અમારી આંખોથી કોરું ટપ ટપ ...
સખી! તારો રે પડે છે કેવો રે વટ !
આખું રે ગગન તો રંગોમાં ન્હાયું,
ઉડે છે ચોમેરે પ્રેમરસ નું વાયુ
લાગણી ભર્યા દિલને કર્યું તે હટ !
સખી! તારો પડે છે કેવો રે વટ !
તારા ગાલપર ઝૂલતી રંગીલી લટ
ને અમે સાવ છીએ કોરા રે કટ
સખી !તારો પડે છે કેવો રે વટ !
No comments:
Post a Comment
thanks for ur valuable comment